ભોજન સંચાલકોની અણ આવડત ને લીધે અઢીસો જેટલા બાળકો મધ્યાન ભોજનથી રહ્યા વંચિત
મહુવા તાલુકાના ખાટસુરા ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં સવારની પાળી અને બપોરની પાળી માં શિક્ષણ કાર્ય ચાલે છે જેમાં સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને મધ્યાન ભોજન રૂપે અલગ અલગ ભોજન આપવામાં આવતા હોય છે જેમાં આજરોજ બાળકોને મધ્યાન ભોજનથી વંચિત રાખવામાં આવ્યા હતા અને કોઈ પણ પ્રકારનો સુકો નાસ્તો પણ આપવામાં આવ્યો ન હતો અવુ અનેક વાર કારણો બતાવી બઘ્યાન ભોજન બંધ રાખવા માં આવે છે જેમાં આજે મીડિયા આ શાળાને મુલાકાત લેતા મધ્યાન ભોજન સંચાલકો અને શાળાના આચાર્ય પોતાનો લૂલો બચાવ કરતા બહાનું બતાવ્યું હતું કે આજે શુક્રવાર હોવાથી લાઈટનો કાપ હોવાને કારણે પાણી નહીં મળતા બાળકોને મધ્યાન ભોજન આપવામાં આવ્યું નથીતો શું આમને આમજ ભણશે ગુજરાત આવા સંચાલકો દ્વારા બહાનાવો કાઢી આ મધ્યાન ભોજન નો જથ્થો બચાવી અનાજ બારોબાર વેચાણ કરી નાખવામાં આવે છે કે શું તે એક તપાસનો વિષય બન્યો છે
રિપોર્ટર ગંભીર બારૈયા સાથે ચિરાગ ચોટલિયા