ક્રાઇષ્ટ ધ કિંગ ચર્ચ, મિશન રોડ, નડિયાદ “ગુડફ્રાયડે”નિમિત્તે નડિયાદમાં પ્રભુ ઈસુની પીડાને જીવંત ક્રૂસના માર્ગની ભક્તિ ડભાણના યુવક યુવતીઓ દ્વારા રજૂ કરાઈ પવિત્ર શુક્રવાર”ગુડફ્રાયડે” નિમિત્તે ખેડા જીલ્લાના ચર્ચોમાં પ્રાર્થના સાથે ક્રૂસના માર્ગની ભક્તિ અને મહાવ્યથાની કથાનું પઠન કરવામાં આવ્યું હતું.ક્રાઇષ્ટ ધ કિંગ ચર્ચ, નડિયાદમાં ડભાણના યુવક યુવતીઓ દ્વારા પ્રભુ ઈસુની પીડાને જીવંત ક્રૂસના માર્ગની ભક્તિ દ્વારા રજુ કરાતા લાગણીસભર ભક્તિભાવપૂર્ણ દ્રશ્યો સર્જાયા હતા.આ પ્રસંગે સેફ્રોન વિલા, નડિયાદ ખાતે સભાપુરોહિત ફાધર જોસેફ અપ્પાઉએ માનવમુક્તિ માટે ઇસુએ આપેલી પ્રાણની આહુતિને યાદ કરી સંત જુડનું જીવન ચરિત્ર સમજાવ્યું હતું. ધર્મગુરુ ફાધર જોસેફ અપ્પાઉ અને ફાધર નટુએ જણાવ્યુ હતુ કે, ગુડફ્રાયડે એ ભગવાન ઇસુએ માનવજાતના કલ્યાણ માટે આપેલા બલીદાનનો પવિત્ર દિવસ છે.
રિપોર્ટર રાજકુમાર પરમાર