રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કેટલાક જિલ્લાઓમાં છુટા છવાયા ઝાપટા પણ પડી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે. ત્યારે આગામી 48 કલાક કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, તેને કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે. તેમજ આગામી 48 કલાક માટે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્યથી હળવા વરસાદ થઈ શકે છે. ત્યારે આ વિસ્તારોમાં પડશે વરસાદ હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અને આવતી કાલે કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે. આજની વાત કરવામા આવે તો, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, આણંદ છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, વડોદરા, દીવ, દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના ભાવનગર, ગીરસોમનાથ અને અમરેલીમાં હળવા વરસાદની શક્યતાઓ છે. 13 એપ્રિલે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ગીર સોમનાથ, દાદરાનગર હવેલી, ભાવનગરમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. આ સાથે આગામી 3-4 દિવસ દરમિયાન રાજ્યભરનું મહત્તમ તાપમાન બે ડિગ્રી જેટલું ઘટી શકે છે. જે બાદ આગામી સપ્તાહથી તાપમાનનો પારો બેથી ચાર ડિગ્રી જેટલું ઉચકાઈ શકે છે.