પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર ગઈકાલે નડિયાદ નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર એક અત્યંત દુઃખદ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વડોદરા થી અમદાવાદ જઈ રહેલી અરટીગા કાર કે જેમાં 10 લોકો સવાર હતા તે એક બંધ પડેલા ટ્રક સાથે અથડાતા 10 લોકોના કમ કમાટી ભર્યા મૃત્યુની નીપજ્યાં હતા. અમદાવાદ વડોદરા તથા અન્ય સ્થળોના યાત્રિકો આ કારમાં મુસાફરી કરી રહ્યા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૫૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. અમદાવાદ અને વડોદરા સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે.
માહિતી જયદેવભાઈ માંકડ
રિપોર્ટર રાજકુમાર પરમાર