google-site-verification=YdVoBE0dIDpwYkCvwFVJfuL8wvDZpIfGY0SMggR89JU

700 વર્ષ કરતાં પણ વધારે પૌરાણિક હનુમાનજી દાદા નુ મંદિર

મહુવાથી 13 કિલોમીટર દૂર તરેડી ગામ પાસે પ્રકૃતિની ગોદમાં ભક્તોની ધાર્મિક આસ્થા ધરાવતું ભેંસલા હનુમાનજી દાદા નુ મંદિર આવેલું છેજ્યાં અસંખ્ય ભાવિક ભક્તો પોતાની મનોકામના લઈને હનુમાનજી દાદા ના દર્શને આવે છે અને હનુમાનજી દાદા તેમની મનોકામના પૂર્ણ કરે છે એવું અહીંના સ્થાનિક લોકોનું માનવું છે. આવું આસ્થાનું પ્રતીક આ મંદિર લગભગ 700 વર્ષ કરતા પણ વધુ પૌરાણિક છે અહીયાં ગુરુ શ્રી ગોવિંદદાસ બાપુ પછી ગુરુ શ્રી શ્યામદાસ બાપુ હતા અને હાલમાં ગુરુ શ્રી મનોહરદાસ બાપુ બિરાજે છે.અહિયાં રામનવમી,હનુમાન જન્મોત્સવ,દિવાળી તથા અન્ય ધાર્મિક તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે હનુમાન જન્મોત્સવના દિવસે હનુમાન યજ્ઞ તથા સમૂહ મહાપ્રસાદનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે જેમાં તરેડી ગામ તથા આજુબાજુના ગામના અસંખ્ય ગ્રામજનો ભાવિક ભક્તો સાધુ સંતો આ યજ્ઞ તથા મહાપ્રસાદ નો લાભ લે છે અને ધન્યતા અનુભવે છે..



સ્ટોરી રાજકુમાર પરમાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!