બે દિવસ પહેલા મૂળ આણંદ જિલ્લાના અડાસ ગામનો એક પરિવાર સામાજિક કારણોસર યાત્રા કરી રહ્યો હતો તે સમયે વડોદરાના સાવલી નજીક એમનાં વાહનનો ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો અને તેમાં પાંચ વ્યક્તિઓ નાં મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા 75,000ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે સેવા વડોદરા સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવી છે.
તળાજા તાલુકાના ઉંચડી ગામે અકસ્માતમાં બે બાળકો નદીમાં ડૂબી જતાં તેમનાં મોત નિપજયા હતાં. શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા બંને બાળકોના પિતા ને 30,000 ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ઘાઘરેચિયા ગામે એક ડમ્પરે બાઇકને અડફેટે લેતાં બે વ્યક્તિઓ નાં મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પણ રુપિયા 30,000 ની સહાયતા રાશિ ટ્રસ્ટ માંથી મોકલવામાં આવશે. ઉપરોક્ત વિવિધ ઘટનાઓમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. કુલ મળીને રુપિયા 1,35,000 ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે.
માહિતી જયદેવભાઈ માંકડ
રિપોર્ટર રાજકુમાર પરમાર