google-site-verification=YdVoBE0dIDpwYkCvwFVJfuL8wvDZpIfGY0SMggR89JU

ભાજપને અને કોંગ્રેસને કઈ રીતે મળ્યાં ચૂંટણીચિન્હ : વાંચો ચૂંટણીચિહ્નોની રસપ્રદ વાત છે

દેશનો સાક્ષરતા દર ઓછો હતો, તેથી ઉમેદવારોની ઓળખ માટે ચૂંટણીચિહ્ન આપવાની શરૂઆત થઈ

1950 માં એમ.એસ. સેઠીને ડ્રાફ્સમેન તરીકે નિયુક્ત કરાવામાં આવ્યા હતા, તેમનું કામ હતું ચૂંટણીચિહ્ન દોરવાનું

ભાજપને અને કોંગ્રેસને કઈ રીતે મળ્યાં ચૂંટણીચિન્હ

ચૂંટણીઓમાં પાર્ટીઓ માટે તેમનું ચૂંટણી પ્રતીક ખૂબ જરૂરી હોય છે. હકીકતમાં આઝાદી બાદ દેશનો સાક્ષરતા દર ઓછો હતો, તેને જોતાં પાર્ટીઓ કે પછી ઉમેદવારોની ઓળખ માટે ચૂંટણીચિહ્ન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. રસપ્રદ વાત એ છે કે મોટી પાર્ટીઓનાં ચૂંટણી પ્રતીકો નક્કી જ હોય છે પરંતુ અપક્ષ ઉમેદવારોને ચૂંટણી પંચ પાસે લિસ્ટમાં ઉપલબ્ધ પ્રતીકોમાંથી ચૂંટણીચિહ્ન પસંદ કરવાનું હોય છે. તેમાં વહેલા તે પહેલાના ધોરણે ચૂંટણી પ્રતીકની ફાળવણી કરવામાં આવે છે. આ ચૂંટણી પ્રતીકોની બીજી રસપ્રદ વાત એ છે કે 1950 માં એમ.એસ. સેઠીને ડ્રાફ્સમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમનું કામ ચૂંટણીચિહ્નો દોરવાનું હતું. તેઓ એચબી પેન્સિલની મદદથી પ્રતીક બનાવતા હતા. તે વખતે ચૂંટણીમાં જાનવરોની તસવીરોનો ઉપયોગ થતો હતો. જોકે, 1991 માં તેનો વિરોધ થયા બાદ જાનવરો અને પક્ષીઓની તસવીરોનો ઉપયોગ બંધ થયો.

ભાજપ આજે કથિત રીતે દુનિયાની સૌથી મોટી પાર્ટી છે. તેનો પાયો ૧૯૮૦માં નંખાયો હતો. એમ તો શ્યામાપ્રસાદ મુખરજીએ ૧૯૫૧માં જનસંઘ શરૂ કર્યો હતો. તેનું ચૂંટણી પ્રતીક દીવો હતું. કટોકટી બાદ જનસંઘનો જનતા પાર્ટીમાં વિલય થયો અને તેનું નિશાન હળવાળો ખેડૂત બની ગયું. ૧૯૮૦માં ભાજપ બન્યો ત્યારે તેના પ્રથમ અધ્યક્ષ અટલ બિહારી વાજપેયી હતા. ત્યાર બાદ હિંદુ પરંપરા સાથે જોડીને પાર્ટીનું ચૂંટણીચિહ્ન કમળ પસંદ કરવામાં આવ્યું. કમળ પસંદ કરવા પાછળનું એક કારણ એ પણ હતું કે તેનો ઉપયોગ સ્વતંત્રતા આંદોલનમાં પણ અંગ્રેજો વિરુદ્ધ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર રાજકુમાર પરમાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!