google-site-verification=YdVoBE0dIDpwYkCvwFVJfuL8wvDZpIfGY0SMggR89JU

દિલ્હી-NCR માં 100 જેટલી શાળાઓને બોમ્બની ધમકી, શાળાઓ ખાલી કરાવી, સર્ચ ઓપરેશન ચાલુ

Delhi-NCR Bomb Threat: દિલ્હી-એનસીઆરની (Delhi -NCR) ઘણી સ્કૂલોને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે, જેમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb Threat) આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી-એનસીઆરની 100થી વધુ શાળાઓમાં (School) બોમ્બની ધમકી મળી છે. જેમાં DPS, એમિટી, મધર મેરી સ્કૂલ સહિત અનેક મોટી સ્કૂલોનો સમાવેશ થાય છે.

દિલ્હી-NCR ની અનેક શાળાઓને ધમકી

દિલ્હીના દ્વારકામાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પૂર્વ દિલ્હીના મયુર વિહારમાં આવેલી મધર મેરી સ્કૂલમાં પણ બોમ્બની ધમકી મળી છે. તે જ સમયે પુષ્પ વિહાર સ્થિત સંસ્કૃતિ સ્કૂલ અને એમિટી સ્કૂલને પણ ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે. આ સિવાય અનેક શાળાઓને પણ ધમકીઓ મળી છે.

સ્કૂલ પ્રશાસન સતર્ક

દિલ્હી ઉપરાંત નોઈડાની દિલ્હી પબ્લિક સ્કૂલને પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. જે બાદ પોલીસ અને સ્કૂલ પ્રશાસન સતર્ક થઈ ગયું હતું. સાવચેતીના ભાગરૂપે બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જે શાળાઓમાં ધમકીઓ મળી છે ત્યાંથી બાળકોને બહાર કાઢવામા આવ્યા છે. પોલીસ, બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

શાળાઓએ વાલીઓને મોકલ્યો સંદેશ

શાળાઓ વાલીઓને સંદેશો મોકલી રહી છે. પ્રિન્સિપાલ ઓફિસ દ્વારા મોકલવામાં આવેલા મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે, સ્કૂલને એક ઈમેલ મળ્યો છે,જેનાથી વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ખતરો છે. સાવચેતીના ભાગરૂપે અમે વિદ્યાર્થીઓને તાત્કાલિક ઘરે પરત મોકલી રહ્યા છીએ.

પોલીસે શું કહ્યુ ?

પોલીસના જણાવ્યા અનુસાર દ્વારકાની દિલ્હી પબ્લિક સ્કૂલને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે સ્કૂલમાં બોમ્બ છે. સાવચેતીના ભાગરૂપે શાળાને ખાલી કરાવવામાં આવી છે. દિલ્હી પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તપાસ ચાલુ છે. જો કે હજુ સુધી પોલીસને કંઈ મળ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!