વૈશ્વિક સ્તરે પર્યાવરણની સમસ્યા જટીલ બનતી જાય છે. વિવિધ દેશોની રુતુઓમા અણધાર્યા પરિવર્તનો આવે છે. તાજેતરમાં આફ્રિકામાં કેન્યાના નાઈરોબી નજીક ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું અને તેને કારણે એક ડેમ તૂટી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનામાં 50 લોકોનાં મોત નિપજયા છે.
પૂજ્ય મોરારીબાપુએ આ કરુણાંતિકામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા 7,50,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે સેવા નાઈરોબી સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા સ્થાનિક કરન્સી મુજબ પહોંચતી કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.
માહિતી જયદેવભાઈ માંકડ
રિપોર્ટર રાજકુમાર પરમાર