google-site-verification=YdVoBE0dIDpwYkCvwFVJfuL8wvDZpIfGY0SMggR89JU

નગરપાલિકા ની નવી નકોર ભ્રષ્ટાચાર રૂપી પાણી ની ટાંકી

આણંદ નગરપાલિકા દ્વારા થોડાક સમય પહેલા જ પાણી ની નવી ટાંકી બનાવવામાં આવી છે જેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.
હજી પાણી ની ટાંકી શરૂ કરીએ બે થી ચાર દિવસ જેવો જ સમય થયો છે અને ટાંકી ની ચારેબાજુ થી જાણે વરસાદ પડતો હોય તે રીતે પાણી નિકળવા લાગ્યું છે.
જો આવી નવી નકોર પાણી ની ટાંકી મા આ રીતે પાણી નીકળતું હોય તો જવાબદાર કોણ ? શું નગરપાલિકા દ્વારા ટાંકી બનતી હતી ત્યારે ગુણવતા ચેક કરવામાં આવી ન હતી.
પરિખભુવન ના વિસ્તાર માટે આ પાણી ની ટાંકી બનાવવાંમા આવી છે 
શું પાણી ની ટાંકી શરૂ કરતાં પહેલા ચેક કરવામાં નથી આવ્યું કે ટાંકી મા કોઈ પ્રોબ્લેમ છે કે નહિ ચેક કર્યા વગર શરૂ કરી દેવામાં આવી છે કે શું 
આકાશટાઉન 2 સોસાયટી વિસ્તાર મા આ ટાંકી બનાવવામાં આવી છે.
આકાશટાઉન 2 ના સોસાયટી ના રહીશો મા હાલ ભયનો માહોલ છે કે આ નવી નકોર ટાંકી મા આટલું બધું પાણી નીકળતું હોય તો ગમે ત્યારે આ ટાંકી ધરાસાઈ થઈ શકે છે.
પણ નગરપાલીકા ના બાબુઓ ને અને તંત્ર ને જાણે પ્રજાઓની કંઈ પડી ના હોય તેમજ ભર નિદ્રામાં છે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી જ નથી, શું કોઈ મોટો બનાવ બનશે પછી જાગશે, પછી કાર્યવાહી કરશે.
આટલી મોટી કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી રાખી ને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે કે નગરપાલીકા દ્વારા ભ્રષ્ટાચાર કરવામા આવ્યો છે તો આમના ઊપર કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે શું?
જો આ ટાંકી ને બનાવવામાં આવી ને બે ચાર દિવસ મા આ હાલ છે તો આગળ જતાં શું હાલ થશે?


રિપોર્ટર રાજકુમાર પરમાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!